જીવન જોવા, ચાલો જીવન જોવા, આવ્યા સુંદરવર શેરીયે રે, ૩/૪

જીવન જોવા, ચાલો જીવન જોવા.આવ્યા સુંદરવર શેરીયે રે, ચાલો જીવન જોવા.... ૧
કોમળ ચરણ એનાં કાંકરા ખુંચશે, વાટમાં ફૂલડાં વેરીયે રે; ચાલો જીવન જોવા..... ર
ઉરમાં ભીડી અલબેલાને મળીયે, હેતે મુખારવિંદ હેરીયેરે; ચાલો જીવન જોવા. .... ૩
આજ આવ્યા છે આપણા લાગમાં, ચાલોને ચોફેર ઘેરીયેરે; ચાલો જીવન જોવા. .... ૪
ચરણકમળ છાતીમાં ચોંપીને, આંખ્યો ઉપર ફેરીયે રે; ચાલો જીવન જોવા. .... પ
ભૂમાનંદને વાલે ચોર્યું ચિત્ત, સાને નયન કેરીયે રે; ચાલો જીવન જોવા. .... ૬ 

મૂળ પદ

સૈયરો સજની

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
બેઠે ધર્મકુંવર ઘનશ્યામ
Studio
Audio
0
1