અષ્ટાંગ યોગસમાધિનો રે, તૂર્તજ પામ્યા પાર ૩/૪

 અષ્ટાંગ યોગસમાધિનો રે, તૂર્તજ પામ્યા પાર;

બ્રહ્મવિદ્યાના જાણી લીધારે, બત્રીશ પ્રકાર;
અતિ તપ કર્યું વાલે વનમાં વસીરે.                             ૧
અષ્ટ સિદ્ધિ ત્યાં આવીયો રે, માગો કહ્યું જોડી હાથ;
ત્યાગ કરી તેનો ફર્યા રે, તિર્થ ત્રિલોકી નાથ;
અતિ તપ કર્યું વાલે વનમાં વસીરે.                             ર
સુંદર સોરઠ દેશમાં રે, રૈવતાચળ જેનું નામ;
જાણીને વાસ જોગી તણોરે, ચાલી આવ્યા ઘનશ્યામ;
અતિ તપ કર્યું વાલે વનમાં વસી રે.                            ૩
રામાનંદ આદિક મળ્યા રે, બોલ્યા જોડીને હાથ;
બેસો કલ્યાણની ગાદીએ રે, ભૂમાનંદના નાથ;
અતિ તપ કર્યું વાલે વનમાં વસી રે.                            ૪
 

મૂળ પદ

પ્રગટ થયા પૂર્વ માં રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી