અંતકાળે કઠણ વેળા આવશે, અંતકાળે કઠણ વેળા આવશે રે ૨/૪

 અંતકાળે કઠણ વેળા આવશે રે.....                                               ટેક

હેત કરી હરિના જનમાં રે, હૃદે રટો નારાયણ નામ;
જઠરાના જમાંન જમ દેખશો રે, ક્રુર કાજળ સરખા શામ.                   ૧
વદન વાંકાં આંખો અતિલાલ છે રે, દાંત મોટા દીસે વિકરાળ;
તાડ સરખાં ઉંચાં અંગ એહનાં રે, તીર સરખા તિક્ષણ વાળ.               ર
એવા આવિ કાયગઢ ઘેરશે રે, તુર્ત રૂંધી લેશે દશદ્વાર;
પાશ બાંધીને મુદગર મારશે રે, તાંણી લેશે જંતર જેમ તાર.               ૩
કોટી કોટી વિંછીની વેદના રે, એક એક રૂંવાડે થાય;
ભૂમાનંદનો વાલો ભજ્યા વિના રે, બીજો કોઇ ન કરે સહાય.                ૪
 

મૂળ પદ

જેને અર્થે જીવીત ખોઇ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી