આજ દિવાળી રે પ્રગટ પ્રભુ મળ્યા રે, આવ્યો મારે મનુષ્ય દેહનો લાવ ૩/૪

 આજ દિવાળી રે, પ્રગટ પ્રભુ મળ્યા રે,

આવ્યો મારે મનુષ્ય દેહનો લાવ,
જીવનને જોવા રે, એ છે ફળ આંખનું રે;
અહોનીશ અંતર લાવી ઉછાવ.                    આજ. ૧
જરકસી જામો રે, સોનેરી સુંથણી રે,
કમરે કસુંબલ રેંટો લાલ,
સુંદર સોનેરી રે, શિરપર શોભતી રે,
પાઘના પેચ ઝુકયા આવી ભાલ.                 આજ. ર
નંગ જડયા બાજુ રે, પોંચી કડાં સાંકળાં રે,
કરમાઇ ગળે ગુલાબના હાર,
ગજરા તોરા કાને રે, ગુચ્છ ગુલાબના રે,
જેમાં રહ્યાં ભ્રમર કરી ગુંજાર.                       આજ. ૩
મંદ મંદ મુખે રે, હસતા મોહનજી રે,
આંખે કરી અમૃતનો વરસાત,
ભૂમાનંદ કહે છે રે, ભેટતા ભરી ભુજમાં રે,
સુખદાઇ શ્યામ સુંદર સાક્ષાત.                     આજ. ૪
 

 

મૂળ પદ

એજ દિવાળી રે

મળતા રાગ

સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમે રે.

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી