આ વાંસલડી, વાલાને રોકી રહી છે દિન રાતડી, ૩/૪

 આ વાંસલડી, વાલાને રોકી રહી છે દિન રાતડી;

બોલે બહુ સારૂ ઉપરથી, ઘટમાં ભરી છે ઘાતડી. આ.         ટેક
જોને જીવનને વશ કરી લીધો,
વ્રજ વનિતાને દગો દીધો;
અધરામૃત તો એણે પીધો.                                                         આ વાંસલડી ૧
બહુ ડોલે મરમાળી વાણી,
ચિત્ત સર્વેનાં લે છે તાંણી;
એનું કપટ કોઇ ન શકે જાણી.                                                     આ વાંસલડી ર
સુણી સ્વર મીઠો મનડે ભાવી,
કાને કરમાં લઇને બોલાવી;
ત્રિલોકીમાં તે થઇ ચાવી,                                                           આ વાંસલડી ૩
બંસી તો વેરણ થઇ લાગી,
એના સારૂં આપણને ત્યાગી;
ભૂમાનંદ કહેમળીને લ્યો માગી,                                                  આ વાંસલડી ૪
 

 

મૂળ પદ

સુણસાહેલી, વેરણ થઇ વાંસે પડી છે

મળતા રાગ

જડબુદ્ધિજીવ પહોંચ્‍યાનાં પરમાણાં અવિચળ આવિયાં એઢાળ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી