હરિ મારા હૈયાના હાર, આજ મને આનદ આપો ૧/૧

 હરિ મારા હૈયાના હાર, આજ મને આનંદ આપો;
	સેજડી પધારો મારા પ્યાર, આજ મને હૈયે ચાંપો...ટેક.
નથી રહેવાતું મારે છેટું, મનમાં થાય ભેટું ભેટું;
આવો ને હાથ લંબાઓ, સખીને ગળે લગાઓ;
	આવો મારી સેજમાં સુનાર...આજ૦ ૧
સોણામાં રોજ રોજ આવી, મૂર્તિમાં દીધી લોભાવી;
સર્વના કારણ છો માવા, વર મળ્યા છો મને આવા;
	છાતી ઠારોને કરી પ્યાર...આજ૦ ૨
રસબસ રાખો મને સાથે, મૂકોને હાથ મારે માથે;
વળગીને રહું દિન-રાતે, અળગી ન થાઉં કોઈ વાતે;
	તમે છો મારા ભરથાર...આજ૦ ૩
તમારું રૂપ મને પ્યારું, મારું છે સર્વે તમારું;
અધરરસ પીવો પાવો, આપોને નાથ મને લ્હાવો;
	જ્ઞાનજીવનના આધાર...આજ૦ ૪
 

મૂળ પદ

હરિ મારા હૈયાના હાર, આજ મને આનંદ આપો

મળતા રાગ

હરિ મારા હૈયાના હાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
0
0