દરશ બિના દુ:ખ ભારી, શામકે દરશ વિના દુ:ખ ભારી..૫/૬

દરશ બિના દુ:ખ ભારી, શામકે દરશ વિના દુ:ખ ભારી;
આઠ પોર એહી રટન લગી હૈ, કબ ભેટું સુખકારી. ટેક
દિવાનિશી હોકર ડોલુ, હાંસી કરત નર નારી;
રેન દિનાં મોય કલ ન પરત હે, મન હર લીનો મોરારી. શામકે
એકહી આસ પ્યાસ એકહિકી, ચાત્રક ટેક હમારી;
સો લંઘન જો પરે સિંહકું, હોય નહીં તૃણ આરી. શામકે
પ્રગટ પિયાકી પ્યાસ લગી હૈ, ઉરસે ટરત ન ટારી;
મુક્તાનંદ કહે મોય રસીયો, કબ મીલે કુંજ વિહારી. શામકે

મૂળ પદ

કોઉ કામ ન આવે, પ્રભુ વિના

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી