અવસર આવ્યો રે. અવસર આવ્યોરે,.૨/૩

 અવસર આવ્યો રે અવસર આવ્યોરે,

આજ તારે પ્રભુ ભજ્યાનો રૂડો....                      આ
પ્રગટ હરિના સાધુ મહી પર વિચરે,
હાંરે તેનો સત્સંગ કરીને સુખ પાવ્યો.               આ ૧
દારૂ માટીને ચોરી તજ અવેરી,
હાંરે ચ્યારે નીમ દઇને ધર્મ વતાવ્યોરે.            આ ર
પાંચ ઇન્દ્રિને મન વશ કરવાનો,
હાંરે સ્વામિનારાયણે ભેદ બતાવ્યો રે.              આ ૩
દેવાનંદ કહે દેખ વિચારીને,
હાંરે સારી શિખામણ કહીને સમજાવ્યારે.          આ ૪
 

મૂળ પદ

મે’લીને જાવું રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી