આડું શાને બોલો અલવ્યમાં ભીનાજી,..૪/૨૦

 આડું શાને બોલો અલવ્યમાં ભીનાજી,

અમે શું તમને જાદુ કીનાજી,
અબલા નારી અકલ તે થોડીજી,
તમ સાથે કરીએ જીભા જોડીજી, ઢાળ.
જીભા જોડી તમ સંગે કરવી અમારે નવ ઘટે,
અમે લોક ને તમે રાજા, મટાડ્યું તે નહીં મટે.
ઠગ વિદ્યામાં અતિ ઠગારી, તું ગરવ ભરેલી ભામની,
દાડી મારું દાણ ચોરી, કેમ જાતી કામની.
કે જે તું જઇને કંસને, દાણ માગું તે આયાં દઇ કરી,
મોર્ય આવે મન મુખી, દલ કંસનું લઇને ફરી.
કરોમાં ઝાઝી કાનજી, હરિ હાંસી તે પર નાર્યની,
બલ તમારું જાણીએ અમે, કેવા જોગ્ય ન બાર્યની.
દાડી આંઇ અમે ચાલીએ, પણ દાણ કેદી દીધું નથી,
ઠાલા ખોશો આબરૂ તમે, મોહનજી પાણીમથી.
લાડ કરો માં લાલજી, મુખ વેણ વિચ્યારી બોલીયે,
દેવાનંદના નાથ જોરે, બાઝતા નવ ડોલીયે.

મૂળ પદ

એક સમે શ્રી રાધા ગોરીજી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી