શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, આઠ પ્રકારે અબળા તજવી ૧/૪

શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ,
	આઠ પ્રકારે અબળા તજવી, મન ઇન્દ્રિયને જીતી રે...શીલ૦ ૧
નારી કથા શ્રવણ ન ધરવી, તે વિખવેલી કા’વે;
	તેની કીરતી તે નવ કરવી, ભૂલે મન ભરમાવે રે...શીલ૦ ૨
વનિતા હાસ વિનોદ કરીને, રાત-દિવસ જ્યાં રે’વે;
	તે ઠેકાણે સાચા મુનિવર, જાણી પાવ ન દેવે રે...શીલ૦ ૩
અબળા અંગે કાળી ગોરી, નેણ ભરી નહિ દેખે;
	બાળ વૃદ્ધ નવ જોબનવાળી, તે માદક સમ લેખે રે...શીલ૦ ૪
છેટે રહીને છાની વાતો, કામિનીઓને કહાવે;
	દેવાનંદ કહે તે પોતાનું, હાથે નાક વઢાવે રે...શીલ૦ ૫
 

મૂળ પદ

શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ

મળતા રાગ

ધોળ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
2