દીયો તો દીયો હરિ મૂર્તિ લીયો તો લીયો મારો જીવ. ૧/૧

દીયો તો દીયો હરિ મૂર્તિ, લીયો તો લીયો મારો જીવ.
તમારી મૂર્તિ વિના, મને ના દેશો સુખ બીજુ,
તમને માગું, સંતોને માગું, ના માગું કાંઇ ત્રીજુ.. તમારી૦ ટેક.
માન મોટાઇના દેશો પ્રભુજી, ભજનમાં અડચણકારી,
અખંડ તમારી મૂર્તિ મુજને, સાંભરે મંગલકારી;
પૂજા પ્રતિષ્ઠા કદીએ ન માગું, સિદ્ધિઓમાં ન રીઝુ.. તમારી૦ ૧
મૂર્તિમાં મસ્તાન રહુ, ગુલતાન રહું તુજ સંગે,
ધ્યાન ભજન ધૂન કથા ને કીર્તન, સદા કરું ઉમંગે;
તુજ વિના બીજો ઘાટ જો થાયે, ખરેખરો હું ખીજું.. તમારી૦ ૨
સહજાનંદજી સર્વોપરિ છો, અક્ષરધામના ધામી,
શરણે તમારે આવ્યો પ્રભુજી, જ્ઞાનજીવન કર ભામી;
રાજીપો એક તમારો ઇચ્છુ, જાણું ન બીજું ત્રીજું.. તમારી૦ ૩

મૂળ પદ

દીયો તો દીયો હરિ મૂર્તિ

મળતા રાગ

સ્નેહી સહજાનંદજી, મારા પ્યારા પ્રીતમ પીવ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી