તારા માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર ૪/૪

તારા માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર;
				તોય જાણ્યા નહિ જગદીશને રે-ટેક.
મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતા ન લાગે વાર-તોય૦ ૧
તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ-તોય૦ ૨
અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ-તોય૦ ૩
રોમ કોટિ વીંછી તણી વેદના રે, દુ:ખ પામ્યો તું દૈવના ચોર-તોય૦ ૪
સગાં સ્વાર્થી મળ્યાં સહુ લૂંટવા રે, કેનું જરા ન ચાલે જોર-તોય૦ ૫
જીભ ટૂંકી પડી ને તૂટી નાડિયું રે, થયું દેહ તજ્યાનું તત્કાળ-તોય૦ ૬
દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ-તોય૦ ૭
 

મૂળ પદ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ

મળતા રાગ

ગરબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0