અલબેલાજી આંગણે આવો આંગણે આવો વેણ્ય બજાવો,..૧/૪

 અલબેલાજી આંગણે આવો આંગણે આવો વેણ્ય બજાવો,

કેસર ભીના કાન કોડીલા, અલબેલ મોરલીનો ઘણો મીઠો લાગે,
નાદ મુને નંદલાલ.
સંભળાવો તમે સુખના સાગર, ગુણવંતા ગોપાલ,       કો૦ ૧
ખાંત્ય કરીને આપશું ખાવા, ખોબલે સાકર ખીર,
લાજ નથી મારે લોકડીયાંની, બીશો મા બલવીર.        કો૦ ર
પધરાવીશ હું પલંગ ઉપર, વીંજણે ઢોળીશ વાયરે,
રસની રીત્યે રાજી કરીશું, નવલ સ્નેહી નાવ.               કો૦ ૩
અરજી મારી વાત વિચારી, સાંભળો સુખ નિધાન,
દેવાનંદના નાથજી મારે, ભાવ ઘણો ભગવાન.            કો૦ ૪
 

મૂળ પદ

અલબેલાજી આંગણે આવો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી