આદિત્ય શ્રી હરિ સ્વામી રે રવિ રૂપ પ્રકાશો,..૧/૮

 આદિત્ય શ્રીહરિ સ્વામી રે રવિ રૂપ પ્રકાશો,

નરનારાયણ બહુનામી રે... રવિ ૧
આશ્રીતની અવિદ્યા ગઇ રાત, થયું પુન્યરૂપી પ્રભાત રે... રવિ ર
જુઠા જ્ઞાનીઉ લોક જગમાંઇ, ગોત્યા જડે નહિ ક્યાંઇ રે... રવિ ૩
હરિજન અમલ કમલ વીકસાણાં, કુબુદ્ધિ કુમુદ સકુચાણાં રે... રવિ ૪
કામી ક્રોધી લોભી ગુરુ ચોર જેહ, ત્રાસ પામ્યા અતિ તેહ રે... રવી પ
પૂરણ તાપ પ્રતાપ જણાવ્યો, પૂર્ણાનંદ તે ગાવ્યો રે... રવિ ૬

મૂળ પદ

આદિત્ય શ્રીહરિ સ્વામી રે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી