હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને ૧/૧

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,

પરથમ પે'લું મસ્તક મૂકી, વરતી લેવું નામ જોને° ટેક

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને,

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને° ૧

મરણ આગળે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વાળે જોને,

તીરે ઉભા જુએ તમાશા, તે કોડી નવ પામે જોને° ૨

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને,

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને° ૩

માથા સાટે સોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને,

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને° ૪

રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને,

પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નીરખે જોને° ૫

મૂળ પદ

હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને

રચયિતા

પ્રીતમ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0