અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે ૩/૪

 અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે. અંતે.

ફરસી ફાંસી સંગે લાવશે જીરે, મોટા મુદગર વળી હાથ રે.       અં.૧
તેને દેખીને નાડી તૂટશે જીરે, છૂટશે દેહના બંધ રે. અંતે.
બોતેર કોઠામાં લાય લાગશે જીરે, બોલી થાશે તારી બંધ રે.    અં.૨
કંઠ રૂંધાશે કફ જાલથી જીરે, પાણી ન પીવાય મુખ રે. અંતે.
ઇન્દ્રિના દ્વાર સૌ રૂંધશે જીરે, દેશે અતિ તુને દુઃખ રે.                 અંતે. ૩
કોટી વીંછીની થાશે વેદના જીરે, તારા તે તનને માંય રે. અંતે.
બદ્રીનાથ કહે તે સમયે જીરે, કરશે તારી કોણ સહાય રે.           અં. ૪
 

મૂળ પદ

પ્રભુ ભજી લેને પ્રાણીયા જીરે,

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી