થયું મનગમતું મારે આજ, લાજ લાખેણી રહી ૩/૪

થયું મનગમતું મારે આજ, લાજ લાખેણી રહી;
	રહી વૃત્તિ ફરતી કાંઈ કાજ, સુખ તે તો પામી સહી...૧
સહી કૈયે આ સમયની વાત, આ લાભ છે જો અતિ;
	અતિ પ્રાપ્તિ મોટી વિખ્યાત, પામ્યા તે પરમ ગતિ...૨
ગતિ હતી જગમાં સુખ સાથ, નાથે તે નિવારી દીધી;
	દીધી બૂડતાં બાંહ ગ્રહી હાથ, વાત એહ વળી કીધી...૩
કીધી કરુણા તે કહી ન જાય, થાપ ન થાય તેહ;
	તેહ નિષ્કુળાનંદ નિત્ય ગાય, ઉરે સંભારી એહ...૪
 

મૂળ પદ

આજ આવિયો આનંદ અંગ, ઉમંગ ઉરે અતિ

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી