મળી મનુષ્ય દેહ મોંધા મૂલની, ફરી ફરી ન આવે જો એહ, ૩/૪

 મળી મનુષ્ય દેહ મોંઘા મૂલની,
	ફરી ફરી ન આવે જો એહ, સમજવું સાનમાં-ટેક.
જેને દેવ વંછે ઘણું દલમાં, તોય પામે નહિ તન તેહ-સમ૦ ૦૧
	નરતન તે નૌતમ નાવ છે, તરવાને સમુદ્ર સંસાર-સમ૦ ૦૨
તેમાં મળે સદગુરુ માલમી, ત્યારે ઉતારે પળમાં પાર-સમ૦ ૦૩
	એવો અવસર અવર આવે નહીં, સરખે સરખો મળ્યો છે સમાજ-સમ૦ ૦૪
સદગુરુજીને શીશ આ અર્પીએ, કરી લઈએ જો આપણું કાજ-સમ૦ ૦૫
	સમા વિના તે અર્થ સરે નહીં, રહીએ સમાસમે સાવધાન-સમ૦ ૦૬
માન મૂકી મળીએ મહંતને, આપે સદગુરુજી નિજ જ્ઞાન-સમ૦ ૦૭
	ભાંગે ખોટ મોટી ખોયા દનની, વાગે જીતતણા જાંગી ઢોલ-સમ૦ ૦૮
શોભે જીવત તેનું સંસારમાં, માણે આનંદ અતિ અતોલ-સમ૦ ૦૯
	થઈ મગન મોજ ઘણી માણીએ, સાચા સદગુરુ સંતને સંગ-સમ૦ ૧૦
મળી નિષ્કુળાનંદ મહંતને, લીજે અખંડ આનંદ અંગ-સમ૦ ૧૧ 
 

મૂળ પદ

મલે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તનમન તાપ,

મળતા રાગ

ધોળ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી