સંત લક્ષણ કહે હરિ હેતસુંરે, સુણો ઉદ્ધવ એક મન ચિતરે, ૧/૪

શ્રી સહજાનંદ સ્વામીના દાસ જેરે. એ રાગ છે.

સંત લક્ષણ કહે હરિ હેતસુંરે, સુણો ઉદ્ધવ એક મન ચિતરે,

સેવિયે એવાં સંતનેરે,

સદા શુભ ગુણ શોભે ત્રિશ તનામારે,

તેનું વિધયે વિધયે કહું વર્તાન્તારે, સેવી,

કૃપાસિંધુ ન કરે દ્રોહ કોયનો રે,

ક્ષમાવંત વદન સત્ય વાણ્ય રે. સેવી,

નિંદા દ્વેષ નહિ ને ઉપકાર અતિરે,

કામ રહિત જીતી છે ઇન્દ્રિ જાણ રે. સેવી.

કોમળ નિર્મળ આચાર અતિ ઘણો રે,

સંગ્રહ રહિત લીયે છે લઘુ આહાર રે, સેવી,

શિતલ હૃદયે વિચાર પાળે ધર્મને રે,

સાવધાન સદા વ્યાપે નહિ વિકાર રે. સે.

ધીર ગંભીર દયાળુ દીસે દિલના રે,

ખટ ઉર્મિ ન કરે જેને ખેદરે, ........સેવી,

માનરહિત જે દાસ પણું દાખવેરે,

સુણ્યા ગતિ દાતા જ્ઞાન અભેદરે. સેવી,

સગા સહુના વિવેકી વિશ્વાશી વળીરે,

ભ્રાંતિ રહિત હરિને પરાયણ રે, સેવી,

અતિ નિરાશી ઉદાસી આ સંસારથીરે,

રટે નિશદિન નામ નારાયણરે. સવી,

સંપૂર્ણ લક્ષણ ક્યાં સંતનારે,

ભાગવત એકાદશ અધ્યાયરે, સેવી.

ક્યું શ્રીમુખે ઉદ્ધવને આગલે રે,

ક્યું નિષ્કુળાનંદે તે પદ માંયરે. સેવી.

મૂળ પદ

સંત લક્ષણ કહે હરિ હેતસુંરે, સુણો ઉદ્ધવ એક મન ચિતરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી