લટકે હું લોભી રહી, લટકાળાજીરે.૭/૮

લટકે હું લોભી રહી, લટકાળાજીરે.

લટકંતા આવો ઓરા લાલ. લ.
મુખ જોઇ સુખ લીજીએ; લ. નાથ તમને નીરખે નિહાલ. લ.
કમલ નેણ કરુણાએ ભર્યા, લ. લોચનિયે લલચાણું. મન; લ.
સુંદર નલવટ નાસિકા, લ. વાલું લાગે જોતા વદન. લ.
મીઠી વાણી મુખ તણી, લ. સંભાળતા ઉપજે છે સુખ; લ.
અંતર સુખ શાંતિ વળે, લ. જાયે મારા જનમના દુઃખ. લ.
મુરતિ તમારી માવજી. લ. સર્વે અંગે સુખદાઇ શામ. લ.
ચિતવતાં ચિંત્યા ટળે, લ. મળ્યે ટળે કોટિક કામ. લ.
પરસે પાપ પરાં પળે, લ. ટળે મારા તનડાના તાપ. લ.
આનદકારી આવોને, લ. અંતરમાં બિરાજો આપ. લ.
પ્રાણ અમારા પ્રીતશું, લ. શામળિયા બાંધ્યા તમ સાથ. લ.
નિષ્કુળાનંદનાં સ્વામી, લ. નટવર અમારા છો નાથ. લ.

મૂળ પદ

ગોકુલ આવો ગિરધારી બલવંતાજી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી