સખી મેલી દે મનના મરોડને, ૨/૮

સખી મેલી દે મનના મરોડને,

એવો આમળોરે કરે કેને કાજકે; મે.

સખી તેને ઘણી તુજ સરખી,

તુંને બીજે રે બઉ લાગશે લાજ કે. મે.

સખી અંગ અભિમાન આણીશમાં,

રખે ગણતી રે સખી તાહેરા ગુણ કે:મે.

સખી મોટી કરી મળી મોહને,

જગમાંઇ રે તુને જાણતું કોણ કે. મે.

સખી સુઘડપણાનું શું ઉપજે,

પ્રવીણ રે પણું પૂછે છે કોણ કે; મે.

સખી રૂપ દેખી નથી રીઝતા,

મન મ આણીશરે એવું જુવતી જોણ કે. મે.

સખી શોભી તું શામના સંગથી,

વાલા આડીરે કેમ કરીયે વાડ્ય કે મા.

સખી ડા'પણથી દેહ દાઝશે,

પછે કોઇ રે પૂછશે નહિ પાડ કે. મે.

સખી તેને તુજ વિના ચાલશે,

તારે તે વિનારે કંઇ નહિ સરે કામ કે; મે.

સખી પતિવ્રતાનું એ પણ છે,

સરાયે નહિં રે બીજો સુપને શામ કે. મ.

સખી અબલાને એમ ઘટે ઘણું,

બળ બાંધીરે બોલવો નહિ બોલ કે; મે.

સખી નિષ્કુળાનંદના નાથને,

કાંઇ કેવું રે તેનો કરવો તોલ કે. મે.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી