સખી કેસરભીનો છે કાનજી, ૬/૮

સખી કેસરભીનો છે કાનજી,

મનમાન્યારે મને મળ્યા મોરાર કે; કે.
સખી સુંદર શ્યામ સુજાણની, અમે છૈયે રે ગિરધરની ઘરનાર કે. કે. ૧
સખી નટવર કુંવર નંદનો, અલબેલોરે મારો પ્રાણ આધાર કે, કે.
સખી પ્રેમ પ્રિતે ચોટો ચિતમાં,
વિસરે નહિ રે વાલો નિમિષ વાર કે. કે. ર
સખી સુતાં બેઠાં ઘણું સાંભરે, ચિતવણી રે ઘણી ચાલતાં ચિતકે, કે.
સખી અંતરે અખંડ સાંભરે, મારે થઇ રે પાતળિયા શું પ્રીતકે. કે. ૩
સખી અહોનિશ રહું આલોચતી, મોહનનુંરે મુખ જોવાને કાજકે. કે.
સખી નયણાં ભર જ્યારે નિરખશું,
ત્યારે શમશે રે મારા દિલની દાઝકે. કે. ૪
સખી મુખ જોયે દુઃખ જાયે છે, થાય છે રે સખી શાંતિ ને સુખકે,
સખી શમે મનોરથ મનના, જ્યારે જુવે રે શામળો સનમુખ કે. કે.પ
સખી પૂરણ લેણું છે લાલશું, જેથી સર્યારે મારાં સઘળાં કામ કે, કે.
સખી નિષ્કુળાનંદનો નાથજી,
અલબેલોરે મારો આતમા રામ કે. કે.૬

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી