સખી શબ્દનો સાચોછે શામળો, ૮/૮

સખી શબ્દનો સાચોછે શામળો,

કુડો ન પડે રે કેદિ કાનનો કોલ કે, શ.

સખી જે જે કહ્યું તે તે પાળીયું,

તન મનમાં રે તેનો કીધો મેં તોલ કે. શ. ૧

સખી અસત્યવાણી નવ્ય ઉચરે, સાચા બોલો રે સખી સુંદર શામ કે,

સખી અબળાને આનંદ આપવા, પધાર્યા રે પીયુ પૂરણ કામ કે, શ.ર

સખી લાડીલે લાડ લડાવિયાં, કરી કૃપા રે એણે અતિ અપાર કે,

સખી મહાજન જાણે એ મર્મને, નવ્ય જાણરે સંશે ભર્યો સંસાર કે. શ. ૩

સખી બાળ દેખે મુખ દર્પણે, છાયા સાથે રે કરે ખુશીથી ખ્યાલકે, શ.

સખી પ્રેમદા તે પ્રતિબિંબ છે, બિંબ બન્યોરે નટવર નંદલાલ કે. શ. ૪

સખી સુંદર સર્વે શરીર છે, એનો આત્મા રે અલબેલો અવિનાશ કે, શ.

સખી પોતે રમ્યાછે પોતા સંગે, વ્રજમાંહિ રે કર્યો વિવિધ વિલાસ કે. શ.પ

ધન્ય ધન્ય ભાગ્ય એહ ભોમ્યનાં, ધન્ય ધન્ય રે વૃક્ષ વેલીને વન્ય કે, શ.

સખી નિષ્કુળાનંદના નાથનાં, પદ પરસિ રે સહુ થયા પાવન કે, શ.

મૂળ પદ

સખી માન શિખામણ માહેરી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી