નહિં હું જાવા દિયું નાથજીરે, મોહન મથુરાં મોરાર રાજ ૪/૮

નહિં હું જાવા દિયું નાથજીરે, મોહન મથુરાં મોરાર રાજ, ન.

વાલા વિલખતી વિનતારે, મેલી જાશોમાં મોરાર રાજ. ન. ૧

દગો રાખીને દલમાંરે, સ્નેહ કીધોતો શા માટ રાજ, ન.

સુખમાં દુઃખ દેવું નહિંરે, આપ્યો ઓચિંતો ઉચાટ રાજ. ન. ર

વાલા વિયોગોમાં વિનતારે, તમે તરછોડોમાં તેડી રાજ, ન.

શેરીમાંયે સેન કરશુંરે, જાજો રુદિયે રથ ખેડી રાજ. ન. ૩

આગે અમૃતે ઉછેરીયાંરે, હવે વાલા મ દિયો વિખ રાજ, ન.

ભલે જીવન જાઓ જોરસુંરે, અમે નથી દેતાં શિખ રાજ. ન. ૪

આંખે આંસુની એલી રચીરે, નયણે નીર નદી પુર રાજ, ન.

પ્રાણ લેવા સારુ પાપિયોરે, કયાંથી આવ્યો અક્રુર રાજ. ન. પ

રથે બેસારીને રાજનેરે, તેડી ચાલ્યો તેહ વાર રાજ. ન.

નિષ્કુળાનંદના નાથજીરે, વેલા વળજો વિશ્વાધાર રાજ. ન. ૬

મૂળ પદ

મીઠા બોલા હો માવજીરે, મીઠું બોલી લીધું મન રાજ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી