સુખના સિધુરે સહજાનંદજી, સેવંતા તે થાયે ઘણું સુખરેઃ ૨/૮

સુખના સિધુરે સહજાનંદજી, સેવંતા તે થાયે ઘણું સુખરેઃ

આજ પ્રગટ પ્રભુ વિચરે, હવે શીદ સહિયે દુઃખરે સું.૧

જેને દરસે દુઃખ વામીયે, પામીયે પરમ આનંદરે.

તેહને જાણ્યારે જેણે માનવી, તેથી મોટો કોણ બીજો મંદરે.સું.ર

જેહને પરસે પાપ પરજળે, ટળે તર્ત તનના વિકારરેઃ

જેહને જપતાં જમ ત્રાસ ટળે, સેજે સદા તરે તે સંસાર રે.સું.૩

શ્રવણે સુણતાં જેની કીર્તિ, કામના પલાય છે કોટ્યરેઃ

જીભ્યાએ ગાતાંરેગુણ જેહના, જાયે ખોયા દિવસની ખોટ્યરે.સું.૪

જેહના પદની રજ પરસતાં, પતિત ઉતર્યા ભવ પારરેઃ

તેહ મલ્યારે મુને માવજી, મન માન્યા મુજને મોરારે.સું. પ

મહિમા મોટો રે શકું કેમ કહિ, સમજે છે સંત સુજાણરેઃ

નિષ્કુળાનંદના નાથનાં, શિયાં કરું વદને વખાણરે.સું. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી