નૌતમ દેહ એહ માહરું,તમ કારણ ધરિયું મેં તો તનરે ૭/૮

નૌતમ દેહ એહ માહરું, તમ કારણ ધરિયું મેં તો તનરે,

અવર બીજાને નથી આપવું, કરવા છે તમને પરસનરે. ન..૧

પતિવ્રતા નાર્યનું એ પણછે, પીયુ વિના પરસે નહિ પિંડને બ્રહ્માંડરે.ર

કેસરી ન ભાખે ભુખ્યો ઘાસને, સુર નવ્ય ધરે પાછા પાયોરે,

સતિ પતિ સંગે અંગ અર્પે, એહનો છે એહ સુભાયોરે. ન. ૩

નખ શિખા સોપું તન તમને, અર્પણ કીધું અમે અંગરે,

તમ વિન્યા તન ધારી નરનો, સુપને ન કરું કદિ સંગરે. ન. ૪

બીજા સંગે મારે નથી બોલવું, ખોલવું આ મુખનું કપાટરે,

જેથી આળ ચડે અણચિતવ્યો, મુન્ય ગ્રહિ રહિ તેહ માટરે. ન. પ

તમ સંગે રંગે હરિ રમશું, અવર શું રહિ ઉદાસ રે,

નિષ્કુળાનંદના હો નાથીજી, તમારા ચર્ણની હું દાસરે. ૬

મૂળ પદ

હરિ ગુરુદેવે દયા કરી, આપી છે કાંઇ આજ્ઞા એહરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી