નટવર કુંવરરે નાથજી, સુંદર શામ સુજાણ, ૩/૮

નટવર કુંવરરે નાથજી, સુંદર શામ સુજાણ,

તન મન સોપ્યું છે તમને, પ્રોવ્યાં તમ ચરણે પ્રાણ. નટ. ૧

આવો રમો હરિ અમસું, પિયું થઇ પરસન,

તમને મળવા માહેરું, તરસિ રયુંછે તન. નટ. ર

ઉરમાં લેવારે અમને, ઉલટ ઘણો છે અંગ,

નૌતમ જોબન મેં જાળવ્યું, કરવા તમારો સંગ. નટ. ૩

અંગ મનોપમ આ આવીયું, ન મળે મુલ્યને. માટ,

તે કેમ વૃથા વણસાડિયે, ખરી થઇ છે ખાટ. નટ. ૪

પીયુ તમને પરસિ, કરીશ પાવન પંડ,

અંગોઅંગ કરી એકતા, લઇશ સુખ અખંડ. નટ. પ

આ તન મન હરિ તમ તણું, અર્પણ કીધુંછે અંગ,

તમ વિન્યા નર કોયેના, સુપને નહિં કરીયે સંગ. નટ. ૬

એતો નિગઠ્ય હરિ ગાંઠ્ય છે, આંટી અંતર માયે,

સોપ્યું શીશ જે તમને, ન પડું બીજાને પાયે. નટ. ૭

અંતર ટાળી અંગોઅંગે, રંગે રમીયે રાજ,

નિષ્કુળાનંદના નાથજી, કરો અમારા કાજ. નટ. ૮

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી