સુખના સિંધુંરે શામળા, ૪/૮

સુખના સિંધુંરે શામળા, સુખ મને આપ્યું છે શામ,

અંગોઅંગ હરિ અમને, કર્યા પૂરણકામ. સુખ. ૧

તેણે તનમન માહેરું, પલટું પંડનું પોત,

આનંદ આવ્યુંરે અંગમાં, થયું અંતર ઉદ્યોત. સુખ. ર

નયણ વયણરે વરતા, ઉલટો અંગનો રંગ,

જોબન આવ્યું જણાઇને, કરતાં સુંદરવર સંગ. સુખ. ૩

નખ શિખ નિરખું મેં નાથજી, જોયું અવિલોકિ આપ,

શાંતિ રાખું હું શિદને, પીયુજીનો પરતાપ.સુખ. ૪

જગમાં જાણુંરે જાદવા, તમ સાથેછે તેમ,

વણ ક્યું વરતાય છે, છેડે છપાડું કેમ. સુખ. પ

મેણું બેઠુંરે મુજને, ત્રિકમ તાહેરી ગાલ્ય,

લોક કહેછે લાગતું, તારો હરિ શું ઢાલ. સુખ. ૬

સુણી રહુંછું શ્રવણે, ખોટા વિન્યા સૈ ખિજ,

હાહા હજાર વારછે, મારે રસિયા શું રીઝ, સુખ. ૭

માથે છેડો મેં નાખીયો, લોપી લોકની લાજ,

નિષ્કુળાનંદના નાથજી, મારે છે તમારું કાજ. સુખ. ૮

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી