મેર કરી મુજ ઉપરે, મલીયા આનંદ મેરાણ ૮/૮

મેર કરી મુજ ઉપરે, મલીયા આનંદ મેરાણ,

આનંદસિંધુ ઘેર આવીયા, સુંદર શ્યામ સુજાણ. મે. ૧

આનંદ ભરી હરિ ભ્રકુટિ, આનંદ ભર્યું છે ભાલ,

નિરખી આનંદમય નાસિકા, હું તો થઇ નિહાલ. મે. ર

આનંદ ભરી હરિ આંખડી, આનંદ ભરિયું છે મુખ,

વાલી વાલી વિલોકતાં, જાયે જનમનાં દુઃખ. મે. ૩

આનંદ કરવા હરિ ઓચરો, આનંદકારી છે વેણ,

સુણતા આનંદ હરિ ઉપજે, મારું મન થાયે મેણ. મે. ૪

આનંદ અમનેરે આપીયું, કરને લટકે લાલ,

મન ચિત મોયુંરે માયેરું, જોઇ ચટકતિ ચાલ. મે. પ

અંગો અંગ આનંદમાં, નખશિખા ભરીયા છે નાથ,

આનંદમયે છે મૂરતી, પ્રીત કરી તે સાથ. મે. ૬

આનંદ દેવા હરિ આવીયા, આનંદ આપો અપાર,

અખંડઆનંદ વર હું વરિ, કરી ગિરધરે ઘરનાર. મે. ૭

આનંદરુપી અલબેલડો, નટવર નંદ ગોવિંદ,

નિષ્કુળાનંદના નાથજી, સહજાનંદ આનંદ. મે. ૮

મૂળ પદ

કેસર ભીનારે કાનજી, રુડા રંગના ચોલ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી