ગુણવંત ગુણ ભંડાર, ભૂધર ભલે મળ્યા ૬/૮

ગુણવંત ગુણ ભંડાર, ભૂધર ભલે મળ્યા;
		તારા ગુણતણો નહિ પાર, ભૂધર ભલે મળ્યા...૧
આવ્યા અલબેલા મારે અગાર-ભૂ૦ મને આપવા સુખ અપાર-ભૂ૦ ૨
સજુ શોભિતા હું શણગાર-ભૂ૦ હું તો ગિરધરની ઘરનાર-ભૂ૦ ૩
અલબેલો અમારો આધાર-ભૂ૦ મનગમતા વર મોરાર-ભૂ૦ ૪
મારા પુન્ય તણો નહિ પાર-ભૂ૦ કીધી સુંદરવર મારી સાર-ભૂ૦ ૫
કરી કૃપા અમને આ વાર-ભૂ૦ મળ્યા આનંદકંદ ઉદાર-ભૂ૦ ૬
જેના ગુણ ગાયે વેદ ચાર-ભૂ૦ એ તો અખિલ ભુવન આધાર-ભૂ૦ ૭
સહજાનંદ સુખ દાતાર-ભૂ૦ કહે નિષ્કુળાનંદ નિરધાર-ભૂ૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી