દીનાનાથજી દીનદયાળ, દયાળુ દિસો છો ૮/૮

દીનાનાથજી દીનદયાળ, દયાળુ દિસો છો;
		તમે દીનતણા પ્રતિપાળ, દયાળુ દિસો છો...૧
કાપ્યું જનમ મરણનું જાળ-દ૦ મારી શામળા લીધી સંભાળ-દ૦ ૨
ભેટી ભૂધર ભાગ્યો જંજાળ-દ૦ હવે શું કરે કર્મ ને કાળ-દ૦ ૩
તમ કંઠે રોપી વરમાળ-દ૦ વાલો વર ગાયુનો ગોવાળ-દ૦ ૪
નાથ નિર્મળ નયણાં વિશાળ-દ૦ કાવ્યા નંદ જશોદાના બાળ-દ૦ ૫
સર્વે ભૂપો તણા છો ભૂપાળ-દ૦ તમે કાળતણા મહાકાળ-દ૦ ૬
અમે ચતુરવર ગ્રહી ચાલ-દ૦ ગુણવંતાજી વર ગોપાળ-દ૦ ૭
તમે સ્વામીજી સદા દયાળ-દ૦ ઢળ્યો નિષ્કુળાનંદ એ ઢાળ-દ૦ ૮
 

મૂળ પદ

મારે મોહન સંગે મેલાપ, આનંદ આવ્યો છે

મળતા રાગ

ઢાળ : એકલડા કેમ રહેવાય

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી