સખી ધન્ય દિન રળિયામણોરે, ૧/૮

પડે નગારાંની ધોંસ ભમર તારી જાનમાંરે. ઢાળ.

સખી ધન્ય દિન રળિયામણોરે,

ધન્ય ઘડી ધન્ય વાર, મલ્યા મુને માવજીરે.

સખી અલબેલાસું થઇ એકતારે, વાલાસું થઇ વેવાર. મલ્યા.૧

સખી અબળાજાણીને એ આવીયારે, બલવંતે ઝાલી છે બાંયે.

સખી હેત દેખાડું હૈયાતણુંરે, લોભી હું લાડીલા માંય. મ.ર

સખી દીઠી દુલારી મેં દલનીરે, મીઠી છે મુખની વાણ. મ.

મારા અંગમાં અનંગ ઉપજાવીયોરે, ભરિ માર્યા ભ્રકુટિનાં બાંણ. મ.૩

એણે અંગ વ્રેહ બાણે વેંધિયુંરે, મારા પ્રાણ બાંધ્યા એહ સાથ. મ.

જે મીટે પડી તે મેલી નહિરે, નિષ્કુળાનંદને નાથ.મ.૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી