સખી હરખી રયું છે મારું હૈડુંરે૪/૮

સખી હરખી રયું છે મારું હૈડુંરે,

મનડું થયુંછે મેણ. ભુધરજીને ભેટતાંરે.

લાજ તજી દઇ લોકનીરે, કેનુ ન માનિયું કેણ. ભુ.૧

માત તાતનું માનું નહિરે, મેલિ કુળ મરજાદ. ભુ.

ગામે ગણી મુને ઘેલડીરે, મેલ્યો સંસાર સવાદ. ભુ. ર

મનફર કે'છે સૌ મુજનેરે, પરિયામાં ગઇ પરતિત. ભુ.

જેમ જેમ વારી એણે મુજનેરે, તેમ તેમ જાણું અનીત. ભુ.૩

રોકો રંગ ચડો ચોગણોરે, કેનું ન ધરિયું કાન. ભુ.

નિષ્કુળાનંદના નાથસુંરે, હું તો થઇ ગુલતાન.ભુ. ૪

મૂળ પદ

સખી ધન્ય દિન રળિયામણોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી