સખી શોભા સુંદરવરની શી કહું, ૨/૪

સખી શોભા સુંદરવરની શી કહું,
અંગોઅંગેરે કાંય ઓપે અનુપ. સુંદરવર શામળો.
એની મુરતિ ચિતે ચિતવ્યા જેવી, વળી રુદિયે રાખ્યા જેવું રૂપ. સું.૧
શોભે અજબ સોરંગી સુંથણી, પેર્યો કેસર વાઘો કંકોલ. સું.
કસી કમર સોનેરી જો શાલશું, માથે મોલ્ય રાતી રંગચોળ. સું.ર
હૈયે હાર કરે કડાં હેમનાં, કરે લટકાં લટકાળો લાલ. સું.
જન જોઇ મોઇ રહ્યાં મનમાં, નયણે નિરખી કાંઇ થયાં નિહાલ. સું.૩
અતિ અમરત્ય વરસે છે આંખમાં, હૈયે હેત તણો નહિ પાર. સું.
સખી નિષ્કુળાનંદનો નાથજી, શામ સલૂણો સુખ દાતાર. સું.૪

મૂળ પદ

સખી આવો જોઇએ અલબેલડો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી