મારે મંદિર પધારોને માવજી, વાલા જોઇને રઇ છું હું વાટરે ૨/૪

મારે મંદિર પધારોને માવજી, વાલા જોઇને રઇ છું હું વાટરે.
કેસરિયા કુંવર અલપવ્યના ભીના ઓરા આવીયા.
જીરે તમ કારણે ત્રિકમજી, મેં તો ખાંત્યે ઢાળી છે રૂડિ ખાટરે. કે.૧
જીરે આવી ઉભી છું હું તો આંગણે, મનડું ઇછે છે મળવાને કાજરે. કે.
જીરે અંગમાં ઉમંગ છે અતિ ઘણો, રંગે રમવા તમ સંગે રાજરે. કે.ર
જીરે સુખકારી જો સુખ આપિયે, હું તો સજી રઇ છું શણગારરે. કે.
મારુંતન તરસે છે તમ કારણે, ઓરા આવો અલબેલા આધારરે. કે.૩
જીરે પ્રેમે કરીને પધારજો, અમ અબળાની પુરવા આશરે. કે.
જીરે નિષ્કુળાનંદના નાથજીરે, હું તો છઉં જો તમારી દાસરે. કે.૪

મૂળ પદ

જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી