મંગલ મૂર્તિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે૧/૪

નીજ નામ શ્રીકૃષ્ણજીદે. એઢાળ
મંગલ મૂરતિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે,
તે હરિ વસિયા વ્રજમાંયે, સંગ લઇ સર્વે સાથજીરે.૧
વસુદેવ દેવકી ઉદર આવ્યા, ગયા નંદજીને ઘેરજીરે,
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, કરવા લીલા લેરજીરે .ર
મનોહર મન હર્યાં સહુંનાં, કર્યાં વસ નરનારજીર,
ચતુરાનાં ચિત ચોરીને લિધાં, ઉપજાવી પ્રીત અપારજીરે.૩
સર્વે તજી ગોપી ભજી ભૂધરવર, શામશું કહીએ સનેહજીરે
,
ભૃખુભાન સુતા સહિત જન જુવતિ, નારિયે કરિયો નેહજીરે. ૪
રસભર રમતાં રસ બહુ, જામ્યો શામ સલૂણા સંગજીરે,
ખાંત્યે ખાંતિલાશું ખેલ કરતાં, રંગભીનાસુ વાધ્યો રંગજીરે.પ
અંગોઅંગ અતિ આનંદ આપ્યો, નટવર નંદકુમારજીરે,
નિષ્કુળાનંદને નાથજીયે, આપ્યું સુખ અપારજીરે. ૬

મૂળ પદ

મંગલ મૂર્તિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી