મોહન ગયા મન માનીને મોલે, તજી અમને ત્રિકમજીરે૩/૪

મોહન ગયા મન માનીને મોલે, તજી અમને ત્રિકમજીરે,
અલબેલાજી વિના અમે, કોને કરિયે કેમજીરે. ૧
વાલા વિયોગે વ્રેહ વહ્નિમાં, તપે ઘણું ઘણું તનજીરે,
સૈ પેર્યે સુખ લૈયે શરીરે, પાસે નહિ પ્રાણજીવનજીરે. ર
રસિયા વિના રજતિ સજની, વેરણ્ય કેમ વિહાયેજીરે,
ગિરધર વિના ઘડી ઘણું વળી, જુગથી મોટી જાયેજીરે. ૩
નથી રેવાતું નાથજી વિના, અમે એકલડાં આજજીરે,
તેડી લાવો કોઇ ત્રિકમજીને, વેલા આવે વ્રજરાજજીરે. ૪
શાને માટે શામ સલૂણે, રોશ રાખ્યો અમ સાથજીરે,
અબળા ઉપર એવડું, વાલા ન ઘટે મારા નાથજીરે. પ
અમારે તો તમે એકછો, ઠાકૂર ઠરવાનું ઠામજીરે,
નિષ્કુળાનંદના નાથજી, છો શામળા સુખનું ધામજીરે. ૬

મૂળ પદ

મંગલ મૂર્તિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી