સખી શાને દોષ શામળીયાને દિજે, તન મન પોતાનું તપાસીજે ૧/૪

આ બ્રાહ્મણ કયાંથીરે આવ્યો, એ ઢાળ.
સખી શાને દોષ શામળીયાને દિજે, તન મન પોતાનું તપાસીજે. ૧
કેદિ વાલા વિયોગે તું વિલખિ, સાચે સાચું બોલજે તું સખીરે. ર
કેદિ તજ્યું તે અન્ન ને પાણી, કેદી રોતાં રજનિ વિહાણીરે. ૩
તારા મનમાં તું કર વિચાર, કિયું સુખ તજ્યું તેં સંસારરે. ૪
અમથો હરિને દૈયે દોષ, શું સમજી રૂદે કર્યો છે રોશરે. પ
પેલું પોતાનું વિચારી લેવું, નિષ્કુળાનંદના નાથને પછે કેવુંરે. ૬

મૂળ પદ

સખી શાને દોષ શામળીયાને દિજે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી