સખી તારા શામળીયા સરખોરે, ૨/૪

સખી તારા શામળીયા સરખોરે,
કોમળ નથી જો કોયે; દયાલુછે દલનારે.
લલિત લખણ કહું લાલનારે, શ્રવણે સાંભલજે સોયે. દ. ૧
મોર્યે મારી માસી પુતનારે, આણ્યો અસુરનો અંત .દ.
મામાનું મૂળ ઉખેડિયુંરે, મલ્લ માર્યા કરતાં રમત .દ. ર
બાર વરસ સુધી બાપનેરે, બંધાવ્યા બેડીજો માંયે. દ.
પ્રિતે નંદ જસોદાયે પાળીયારે, તેનું કીધું જો સાયે. દ. ૩
એણે અનેકને દુઃખ આપીયાંરે, ગોપીના ભંગાવ્યાં ઘર.દ.
નિષ્કુળાનંદનો નાથજીરે, નથી કેના નટવર.દ. ૪

મૂળ પદ

સખી શીદ રહે દલ દુઃખણીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી