રઢ લાગીરે રંગ રાતેરે, કાંઇક કસુંબલ ફેટેરે૧/૨

રઢ લાગીરે રંગ રાતેરે, કાંઇક કસુંબલ ફેટેરે. રઢ.
ફલકે ભાલ શોભે અતિ સારુ, જોઇ મોઇ ચિત્ત ચોટેરે. ર. ૧
નયણાં વિશાલ કમલદલ જેવાં, મુખની વાણ્યે દુઃખ મેટેરે. ર. ર
કંઠ કંબુ સમજયે ઉર સ્થલ, વલત્રણ્ય પડે છે પેટેરે. ર. ૩
હાથ આંગળીને પગ પેખતાં, ઉધ્વરેખા છે અંગોષ્ટેરે. ર. ૪
નખશિખા રૂપ નિરખતાં નાથનું, જનમ મરણ દુઃખ મેટેરે. ર. પ
સુંદરહાસે હરે જનનું મન. હરિ હિંડોળે બેઠેરે. ર. ૬
એહ મૂરતિને અંતરમાં રાખું., નિમિષ ન મુકું છેટેરે. ર. ૭
નિષ્કુળાનંદ સુખનાં સિંધુ સ્વામી, ભાગ્ય મોટે હરિ ભેટેરે. ર. ૮

મૂળ પદ

રઢ લાગીરે રંગ રાતેરે, કાંઇક કસુંબલ ફેટેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી