મેં તો સુખ દિઠું સંસારમાં, કડવાં થયાંરે ઘરડાનાં કાજરે ૨/૪

મેં તો સુખ દિઠું સંસારમાં, કડવાં થયાંરે ઘરડાનાં કાજરે,
પ્યારા પ્રીતડી બાંધીરે પિઉ તમસું.
અવર પુરુષ દેખીને આવે ઉબકો,
વાલા લાગો છો તમે વૃજરાજરે. પ્યા.૧
માનું નહિ હવે માબાપનું, સગાં શું કરશે સહુમળીરે. પ્યા.
મર લો કકહે લોસિ લાગતું, શિદ સાંભળું શ્રવણે તે વળીરે. પ્યા. ર
એતો સરવે સ્વાર્થી શામળા, ભર્યા મતલબનાં ભરપુરરે. પ્યા.
વાલાં નહિ એ વેરી છે જીવનાં, તેતો જોઇ લીધાં મેં જરુરરે. પયા. ૩
દેહ સ્નેહી દીઠાંપણ ન ગમે, એથી સરે શું બગડે કામરે. પ્યા.
વાલા નિષ્કુળાનંદના નાથજી, સાચા સગા છો સુંદરશામરે. પ્યા. ૪

મૂળ પદ

તારું મુખ જોઇને મન માનીયું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી