રે હું છઉં ત્રિકમ તમારી, તમે છો મિરાંથ્ય મારી.૧/૪

વાત કર્યાના વિસામા એ ઢાળ. રે હું છઉં ત્રિકમ તમારી, તમે છો મિરાંથ્‍ય મારી. રેહું. રે ભાખું છું સહુ સાથે ભળતું, તેણે મને કોય નથી કળતું, મનમાં છે તમ સાથે મળતું. રેહું. રે સગાંસું રહું છું છળમાં, પેચ બહુ કરી પળ પળમાં, કારજ મારું કરીશ કળમાં. રેહું. ર રે પિતાને લાગુંછું પ્‍યારી, રે મા મને જાણે છે મારી, ધુતું છું ધૂત વિદ્યા ધારી. રેહું.૩ રે હૈયાની કહું જોડી હાથ, રે મન માન્‍યું તમારે સાથ, નિષ્‍કુળાનંદતણા નાથ. રેહું. ૪

મૂળ પદ

રે હું છઉં ત્રિકમ તમારી, તમે છો મિરાંથ્‍ય મારી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી