શોધી જોતાં સંત સમાન, સુખદાઈ નવ મળે ૪/૪

શોધી જોતાં સંત સમાન, સુખદાઈ નવ મળે;
	મળે અવર સુખ ખાનપાન, જેથી જમપુર પળે...૧
પળે સંત સમાગમે પાપ, તાપ તે તનના ટળે;
	ટળે સર્વે શોક સંતાપ, મન હરિ ચરણે વળે...૨
વળે સર્વે શરીરના વાન, તાન હરિશું લાગે;
	લાગે સંસાર શૂળ સમાન, તન મને તર્ત ત્યાગે...૩
ત્યાગે અવર બીજી જે આશ, નિરાશે નાથ ભજે;
	ભજે એવા અકામી જે દાસ, તે તો રૂડા હરિને રજે...૪
રજે રાખે નહિ અભિમાન, માન મેલીને રમે;
	રમે રુદે જેને ભગવાન, તેને દોષ કોણ દમે...૫
દમે દેહ ઇન્દ્રિ મન પ્રાણ, પ્રભુને પ્રસન્ન કરે;
	કરે નિષ્કુળાનંદ વખાણ, ધન્ય એવા જન ધરે...૬
 

મૂળ પદ

આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ

મળતા રાગ

ઢાળ : આજ આવિયો આનંદ અંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી