શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં, ૧/૪

શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં,

હાંરે શોભે સુંદર સુંથણી, વળી અંગરખી અનુપ,

મોળ માથાની જોઇને મને રજીયું તારું રુપ. શોભા. ૧

હાંરે રાજે રુડા રંગનો, વળી દુપટ્ટો દુશાલ,

અવલ છબિ અંગની, વળી ભળકે તિલક ભાલ. શો. ર

હાંરે બાંયે બાજૂબંધ બેરખા, શોભે કાને કુંડલ સાર

હેમ કડાં બે હાથમાં, વળી હૈયે સોયે હાર. શો. ૩

નખ શિખ મારા નાથજી, શામ શોભાની છો ખાણ,

નાથ નિષ્કુળાનંદના, સારા શોભોછો સુજાણ.શો.૪

મૂળ પદ

શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી