હાંરે મીઠા બોલા હો માવ, મીઠડું બોલીને મન લીધેલું, ૪/૪

હાંરે મીઠા બોલા હો માવ, મીઠડું બોલીને મન લીધેલું,

હાંરે મીઠી વાણી મુખની, મેં સાંભળી સુંદર શામ,

દિલડું મારું ડોલીયું, વળી કરવા ભુલી કામ. મી. ૧

હાંરે વાતડી તારી વાલમા, વળી ઉતરી અંતર માયે,

અવર ધંધો અમને હવે ગમતો નથી કાયે. મી. ર

હાંરે સુંદર વાણી સાંભળી, વળી મનડું થયું મેણ,

રસે ભર્યા રળિયામણાં, વળી વાલાં લાગે વેણ. મી.૩

હાંરે વસિકરણ વાતડી, તમે કયાંથી શિખ્યા શામ,

નાથ નિષ્કુળાનંદના, સારા કરવા માંડયા કામ. મી. ૪

મૂળ પદ

શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી