સાંભળને સાહેલિરે મારી, સુંદર વાત કહું એ સારી૧/૪

ઉપનિષદ્યનાં સરવડાંરે વરસે એ ઢાળ છે.

સાંભળને સાહેલિરે મારી, સુંદર વાત કહું એ સારી,

મંદિર મારે પધાર્યા મોરારી, તો મેર કરી મુજ ઉપરેરે.૧

સુંદર સારા સજી સણગાર, હૈયે પેરી ફૂલ મોતીના હાર,

હરખિ હું નિરખિ નંદકુમાર, તો ઘણે દાડે આવ્યા ઘેરરે.ર

હસિ હસિ વાલો કરે છે વાતું, સુણી સુખ મુખે નથી કેવાતું,

અવર ધંધામાં મન નથી ધાતું, તો જાણુ રહું એને જોઇનેરે. ૩

લટકે એને લીધું મન મારું, જોઇ જોઇ મારા રુદિયામાં ધારું,

સુંદર રુપ નિરખિને સારું, તો મન રયું મારું મોઇનેરે.૪

મોહનજીનું જોતાં બાઇ મુખ, દૂર ગયાં બહુ દિવસના દુઃખ,

સર્વે અંગે પામી ઘણું સુખ, તો મોહનજીને મળતાંરે. પ

નિષ્કુળાનંદનો નાથજી મળીયા, તેણે તન મનના તાપ ટળીયા,

ખોયેલા દિવસના ખંગ જ વળીયા, તો વિપત ન રહિ વળતાંરે. ૬

મૂળ પદ

સાંભળને સાહેલિરે મારી, સુંદર વાત કહું એ સારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી