ધન્ય ધન્યરે સમરથ સ્વામી, છેલછબિલા છોગાળાજી છે ૪/૪

ધન્ય ધન્યરે સમરથ સ્વામી, છેલછબિલા છોગાળાજી છે

અલબેલાજી મારા અંતરજામી, તો તમને પામી વામી વેદનારે.૧

નિશંક થઇ નાથ તમને ભેટી, અવર સુખની મેં આશ સમેટીઃ

મન કૃત્યની માનીનતા મેટી તો, શિદ પામું હવે ખેદનારે.ર

જપ તપ જોગે કરી દેહ દમતાં, અન તજી જળ ફૂલ જમતાં.

ભુવન મેલી વળી વનમાં ભમતાં, તો પરગટ કયાંથી પામીયેરે.૩

તે પ્રભુ મળ્યા પોતાનાંરે જાણી, ઉપર દયા દલ આણી.

આજ રાખ્યું હરિ અમારું પાણી, તો શું દઇને શિશ નામીયેંરે. ૪

અવગુણ મુજમાં હતા અનેક, મોહન મનમાં ન આણ્યો એક.

તમે પાળી હરિ તમારી ટેક, તો વિચારી જોયું વિઘ્યે કરીરે. પ

નિષ્કુળાનંદના સ્વામી દયાળ, દિનતણા પ્રભુ છો પ્રતિપાળઃ

શામળા લીધી અમારી સંભાળ, તો અઢળક આજ ઢળ્યા હરિ રે.

મૂળ પદ

સાંભળને સાહેલિરે મારી, સુંદર વાત કહું એ સારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી