બદ્રીપતિનુંરે બદ બહુ રાખજેરે, અવરની લઇશ માં કઉં ઓટરે ૨/૪

બદ્રીપતિનુંરે બદ બહુ રાખજેરે, અવરની લઇશ માં કઉં ઓટરે,

બીજે કલ્યાણરે ભૂલ્યે મ ભાંખજેરે, તો નહિ આવે તારે ખોટરે. બ.

નબળો આશરોરે નથી નર વીરનોરે,

નિરભે તું રેજે મન નિરધારરે,

સેવતાં દિવસરે થાસે સુખ શિરનોરે,

સેહેજે તું પામીશ ભવનો પારરે. બ.ર

અવરની ઓટેરે ખોટ મોટી આવશેરે,

સમ ખાઇ કહું છું સાચી વાતરે,

જીયાં જીયાં જાશો રે ત્યાં કાલ ખાવશેરે,

ઘણી વળી થાશે કઉં છું ઘાતરે. બ. ૩

કોટે ઉપાયેરે કરતો તું ફરેરે, ભજને નરનારાયણ દેવરે,

નિષ્કુળાનંદરે ધ્યાન તેનું ધરેરે, તું પણ કર તેની સેવરે. બ. ૪

મૂળ પદ

આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી