સુણી સજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ૧/૧

મારી સાર લેજો અવિનાશીરે એ ઢાળ.

સુણી સજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ,
આવ્યો સંતોષ મહા સુરવીર, જેથી ધરે મુનિવર ધીર. ૧
આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાયે કામના કોટ,
સજ થઇ ક્ષમ્યા અડિખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ.ર
દયા દિસેછે દલની દયાળ, સર્વે જીવ તણા પ્રતીપાળ,
ભકિત આ દિનતા ધરિ ધીર, માંહે જ્ઞાને વિજ્ઞાન ગંભીર. ૩
સમ દ્રષ્ટિ સદા સુખકારિ, એક આત્મા રહે ભાવ ધારિ,
સુભ ગુણ વિવેક વિચાર, એવાં કેતાં તે નાવે પાર. ૪
એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરુપ,
સર્વે મળી ને શોભેછે જાન, માંહિ વર દિસે કોડિલો કાન. પ
પછે આવ્યા છે પુરને પાસે, દેખિ દુરમતિ પામ્યાછે ત્રાસે,
એક કહે છે બુઢોને બાર, વર આવ્યા છે પુર મોઝાર. ૬
તારે કુબુધિ કરે છે વિચાર, નાશી નિસરો પુરને બાર,
હરિએ આવી કર્યું છે મુકામ, સર્વે ટાળ્યાં અવિદ્યાના ઠામ. ૭
હાર્યો અહંકાર થઇ છે હાર, ત્યારે વરે સજયો શણગાર,
વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી. ૮

મૂળ પદ

સુણી સજ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી