વર નિર્ગુણરે થયા સગુણરૂપ, ઓપે છે અનુપ ભુપ શિર ભુપ, ૧/૧

દિવા કેરિ સગ્ય પૂનમકેરો ચંદ વીવા

કેરિ વ્રધ કે વર આવી વળ્યારે એ ઢાળ.
વર નિર્ગુણરે થયા સગુણરૂપ, ઓપેછે અનુપ ભુપ શિર ભુપ,
જોઇ જનરૂપ કે નિરખે નાથનેરે, વર દિસે છે દિલના દયાળ,
દિન પ્રતિ પાળ ભુપના ભૂપાળ,
કાલ શિર કાળ, સુખદાઇ સાથમેરે, ૧
વરે પેર્યો છે સુંદર સૂરવાલ, ઝગે જામા ચાળ,
કંઠે મોતીમાળ દિસે છે વિશાલકે ભલેરા ભાવનીરે,
વરે પેર્યો છો જામો જરકશિ કમર લૈ કશી,
મુખે રહ્યા હસિ, જન મન વસિ, કે મુરત્ય માવનીરે. ર
વરને કરે શોભે વેઢ વિંટી, પોંચી પેરિ દિઠિ, કડે જોત્ય કોટિ,
લીધી શોભા લુંટિ, કે લોક ત્રણનીરે,
સોના સાંકળ શોભે સુચંગ બાંયે બાજુબંધ, કુંડળ ઉતંગ,
અતિ શોભા અંગ, કે અશરણ શરણનીરે. ૩
વરને શિર પર સોનેરિ પાઘ, શું કહે શેષનાગ,
કેવા નહિ લાગ, અમારા જો ભાગ્ય, કે હેતે મળ્યા હરિ રે,
કેસર તિલક ભાલને બિચ, પાઘડીને પેચ, શોભે શિર પેચ,
લાગી છે લાલચ, કલંગી કેવી ધરીરે. ૪
નખ શિખ શોભા તે કહિ ન જાયે, કવિ કંઇ ગાયે,
તે થાપ ન થાય, મોટો છે મૈમાય, કે અકળ એ નાથ છેરે,
વરે કરમાં લીધી લાલછડી, પાયે મોજડી, મોતિયે તે જડી,
વર ઘોડે ચડી, સંગે સખા સાથ છેરે.પ
પરમહંસ બ્રહ્મ રસના ભોગી, સંગે સાંખ્યજોગી,
અંતરે અરોગી, જે સંત સંજોગી, કે સંગે સહજાનંદનેરે,
નિષ્કુળાનંદના સ્વામીને જોઇ, મન રહ્યું મોઇ,
હૈયે સુખ હોઇ, ભવ દુઃખ ખોઇ કે, પામ્યા આનંદનેરે. ૬

મૂળ પદ

વર નિર્ગુણરે થયા સગુણરૂપ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી